સ્પેસનના દક્ષિણી પ્રદેશ એન્ડાલુસિયામાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી અથડામણથી ઓછામાં ઓછામાં 21 લોકોના મોત થયાં હતાં અને 70 ઘાયલ થયાં હતાં. માલાગા-મેડ્રિડ ટ્રેન સેવામાં લગભગ 300 લોકો સવાર હતાં. દેશના વડાપ્રધાને આ ભયાનક દુર્ઘટનાને દુ:ખની રાત ગણાવી હતી.